K D Gohil Gurp

K D Gohil Gurp manufacture industrial chilling plant

09/17/2022
09/17/2022

જય વિશ્વકર્મા
અમારી ઓફિસમાં આજે વિશ્વકર્માની પૂજા
અને સત્યનારાયણ ભગવાનની કથા નો પ્રોગ્રામ રાખ્યો હતો

05/26/2022

મદદ ની જરૂર છે. શેર કરો. મિત્રો ફુલ નહી તો ફુલ ની પાખડી🙏🏼

જે જીવે છે એની કોઈ મદદ નથી કરતું અને જે મૃત્યુ પામે છે તેની પાછળ ચેક આપવા દોડે છે..

તક્ષશિલા અગ્નિકાંડ ની એ ગોઝારી ઘટનાને આજે ત્રણ વર્ષ પુરા થયા. 24 નિર્દોષ માસુમોનો ભોગ લેનાર આ દુર્ઘટના ના પડઘા આખા દેશ અને દુનિયામાં પડ્યા. ભોગ બનનારા ના પરિવાર ની વેદના અસહ્ય છે જે કદીય ભુલી શકાય તેમ નથી.

આ દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે જેણે 15 થી વધારે વ્યક્તિઓને બચાવીને પોતે ખૂબ દયનીય હાલતમાં જીવી રહ્યા છે તેવી વ્યક્તિ ને મદદ કરવા યુવાટીમ વતી આપને આજે એક વિનંતી કરે છે

આજે વાત કરવી છે એક એવા યોધ્ધા ની જે પોતાની જાનના જોખમે અનેક માસુમોની મદદ કરવા દોડી ગયો અને તેની પોતાની જિંદગી ડોખજ બની ગઈ.
સુરતના લસકાના વિસ્તારમાં રહેતા 24 વર્ષીય તરવરિયા યુવાન જતીન નાકરાણી તક્ષશિલા આર્કેડ ના બીજા માળે ફેશન ઇન્સ્ટિટયૂટ ચલાવતા હતા. તક્ષશિલા માં આગ લાગતા જતીને પરિસ્થિતિ ની ગંભીરતા ને સમજી તાત્કાલિક પોતાના સ્ટાફની સાથે ચોથા માળે પહોંચી એક પછી એક 15 વ્યકિતઓ ને બારી વાટે બહાર નીકળવામાં મદદ કરી પણ તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોતાને બહાર નીકળવા માટે અન્ય કોઇ વિકલ્પ નહીં દેખાતા આ રિયલ લાઈફ હીરો એ ચોથા માળેથી નીચે કૂદકો માર્યો જેમાં તેને માથાં, હાથ અને પાસળીઓમાં ગંભીર ઇજાઓ થઈ.
બે બહેનોનો એકનો એક ભાઈ જતીન આ દુર્ઘટનામાં બચી તો ગયો પરંતુ પોતાની યાદદાસ્ત ગુમાવી દીધી. અસંખ્ય ઇજાઓ અને વેદના સહન કરતાં તે ઘણો સમય હોસ્પિટલમાં રહ્યો. પરંતુ હજુ પણ પથારીવશ જ છે. તેને કંઈપણ યાદ નથી પણ એક જ શબ્દ તક્ષશિલા સાંભળીને તે બેકાબૂ બની ચીસો પાડવા લાગે છે, ડરી જાય છે, બહાવરો-બેબાકળો બની જાય છે.
અગ્નિ કાંડ માં તેની ઓફીસ બળી ને ખાક થઈ ગઈ જેમાં લગભગ 1 કરોડ રૂપિયા ઉપરાંત નું આર્થિક નુકસાન થયું. દવાખાના ના તોતિંગ ખર્ચાએ ઘરને આર્થિક રીતે પાયમાલ કરી દીધું અને હસતા ખેલતા આ પરિવારને ખાવા ના પણ ફાંફા પડી ગયા
જતીન ને એક મિનીટ પણ એકલા મૂકી શકાય તેમ ન હોવાથી તેના પિતા ભરતભાઇ એ સતત તેની સાથે રહેવું પડે છે.
આમ ઘરમાં કમાનાર કોઈ ના રહેતા પરિવાર માનસિક રીતે તૂટી પડ્યો.
ખરેખર તો બહાદુરી માટે ના પુરસ્કાર ગેલેન્ટ્રી એવોર્ડ ના હક્કદાર એવા આ સાચા ફાઇટર ની પીડા, તેના માતાપિતા ની વેદના અને બહેનોનું દુખ અસહ્ય છે.
અમે સમાજને અપીલ કરીએ છે કે આ પરિવાર ને આપણે સૌ સાથે મળીને શક્ય તેટલી વધારે માં વધારે મદદ કરીએ જેથી જતીનભાઈ ની વધારે સારી રીતે સારવાર થઈ શકે અને પરિવાર ને ટેકો થાય

આપ સૌ ને યુવાટીમ વતી અમે સૌ હાર્દિક અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ આ પરિવાર ને શક્ય તેટલી ફૂલ નહીં તો ફુલ ની પાંખડી મદદ કરશો અને જતીનભાઈ ને યોગ્ય સારવાર મળે તથા તેઓ જલ્દીથી સાજા થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ. આજ આપણી તક્ષશિલા કાંડ નો ભોગ બનેલા માસુમોંને સાચી શ્રધાંજલિ🙏🌹🙏
જતીનભાઈ ના પિતા ભરતભાઇ નો કોન્ટેક્ટ :9624695722..મદદ માટેની નમ્ર અપીલ...યથાશક્તિ આપનું યોગદાન આપવા વિનંતી 🙏🏼 Bank: Central Bank Of India, Name: Bharat Savjibhai Nakrani Ac. No: 3256241217 IFSC CODE: CBIN0280511

Kirloskar refrigerator compressor KC 6 x service repair
04/24/2022

Kirloskar refrigerator compressor KC 6 x service repair

Address

Baroda, MI

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when K D Gohil Gurp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to K D Gohil Gurp:

Share