SHRI AMRUT Automobiles

SHRI AMRUT Automobiles OUR SPECIALITY IN ASHOKLEYLAND SPARES LIKE THE MODEL 370/400/680 HINO ECOMMET/ IEVICO & HIPPO & MARRIENS ENGINE & ALSO EXPORT THE SPARES

21/12/2022
14/12/2022

આજે રવિવાર છુટ્ટી નો દિવસ પણ કેતકી આજે દર રવિવાર કરતા વહેલી ઉઠી ગઇ. લગભગ સાડા નવ ની આસપાસ ઉઠી ને જોયું મમ્મી હજુ રસોડામાં જ હતી એણે મમ્મી ને કહ્યું કે અમે ફ્રેન્ડસ શોપિંગ માટે જઈએ છીએ. મમ્મી એ કહ્યું કે હા બેટા તારા માટે બે ત્રણ જોડી કપડાં પણ લઈ આવજે ઓફિસમાં પહેરવા કામ આવે . મારે દેરાસર જવા મોડું થાય છે , કબાટ માં પૈસા છે તે લઇ જજે.
બપોરે બે વાગ્યે કેતકી ખુશ થતી થતી ઘરે આવી અને ઉત્સાહ પૂર્વક મમ્મી ને શું શોપિંગ કરી તે બતાવવા લાગી. ખુબ જ પ્રેમ થી મમ્મી એ જોયું પરંતુ એક જીન્સ પર એની નજર જતાં એના મોં માં થી ચીસ નીકળી ગઈ ઉપર પ્રાઇઝ ટેગ જોયું રૂપિયા ૪૫૯૯/= ને કેતકી ને કહ્યું કે આ ફાટેલી જીન્સ? તે સરખું ધ્યાન આપ્યું નથી ? ત્યારે કેતકી એ કહ્યું કે મમ્મી આ latest fashionની છે , હમણાં આજ સહુ થી વધુ ચાલે છે, તદ્ઉપરાંત એનાં પર ૩૦% discountમળ્યું છે એટલે ફક્ત રૂપિયા ૩૦૦૦/= માં મને latest વળી branded જીન્સ મળી ગઈ , હું તને પહેરી ને બતાવું . મમ્મી નું મન કચવાયુ ને કહેવા લાગી કે આપણા થી આવા દારિદ્રય દેખાવ કે ફાટેલાં કપડાં ના પહેરાય , એક તો લાગે ભૂંડા ને અંગ પ્રદર્શન થાય તે અલગ પરંતુ કેતકી ને મમ્મી ની વાત સાંભળવી ક્યાં હતી ? એ તો એની ખુશી માં જ મશગુલ હતી . ત્યાં તો કેતકી ના પપ્પા પણ દુકાનેથી જમવા આવી ગયા . પપ્પા ને ગળે વળગી ને પોતે પહેરેલી જીન્સ બતાવી . પપ્પા એ કહ્યું કે બેટા આવી અંગ પ્રદર્શન ની ફેશન ના કરાય , આપણે વાણીયા ના દિકરા પૈસા પૂરા આપીને ફાટેલી જીન્સ લેવાય? આપણે સહુ પ્રભુ મહાવીર સ્વામી ના સંતાન આપણા થી આવા ઉદભટ વસ્ત્રો ના પહેરાય . પરંતુ પોતાની મગરૂરી માં રહેતી કેતકી એ મમ્મી પપ્પા ને સણસણતો જવાબ આપ્યો કે તમે બધા orthodox છો આજના જમાનામાં કેવી રીતે જીવવું એ તમે શીખ્યા જ નથી , તમારી ઉંમર થઈ ગઈ છે માટે તમારૂં જ્ઞાન તમારી પાસે રાખો એમ ગુસ્સો કરતા પોતાના બેડરૂમ માં ચાલી ગઈ .
બીજા દિવસે એ ઓફિસ જવા તૈયાર થઈ બધા colleagues પર વટ દેખાડવા માટે એજ ફાટેલી જીન્સ પહેરીને ગઇ . શેઠ ને કાંઇ urgent કામ હોવાથી કેતકી ને પોતાની ઓફિસમાં બોલાવી પરંતુ કેતકી ના કપડાં જોતા શેઠે કહ્યું કે કેતકી આ business centre છે કોઈ picnic spot નથી આવા વલ્ગર, ફાટેલાં કપડાં પહેરીને આવવું નહીં . છતાં પણ કોઈ આર્થિક અડચણ હોય તો મને નિઃસંકોચ જણાવો તો હું તમને મદદરૂપ બનું પરંતુ આવા કપડાં જે તમારી માનસિક દારિદ્રયતા બતાવે એવા કપડાં પહેરીને ઓફિસમાં આવવું નહીં. કેતકી સમસમી ને ઓફિસ થી બહાર નીકળી ને મનમાં નિશ્ચય કર્યો કે આવા વાહિયાત વિચારો વાળી વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારે કામ ના થઈ શકે માટે મારે રાજીનામું જ આપી દેવું છે. ગુસ્સામાં ને ગુસ્સામાં એ ઓફિસ છોડી ઘર તરફ ચાલવા લાગી . બપોર નો સમય એક સાધ્વીજી ભગવંત રસ્તા પર મળ્યા જે ગોચરી વહોરાવવા નીકળ્યા હતા. ઘરના સંસ્કાર મુજબ સાધ્વીજી ને જોતા બે હાથ જોડી મત્થએણ વંદામિ કહ્યું ત્યારે સાધ્વીજી ભગવંતે કહ્યું કે તમે કોઈ સંસ્કારી ઘર ના લાગો છો પરંતુ આ વસ્ત્રો કેમ ફાટેલાં પહેર્યા છે ? કોઈ મુસીબત કે અછત ? તમે કહો તો શ્રી સંઘ માં વાત કરૂં ? તમારૂં પૂરું નામ , એડ્રેસ જણાવો .તો ટ્રસ્ટીઓ ને જણાવી શકું. કેતકી એ સુસંસ્કારો ના સિંચન ના કારણે નમ્રતા પૂર્વક જણાવ્યું કે મહારાજ સાહેબ કે આ શ્રી સંઘ માં મારા પિતાશ્રી ટ્રસ્ટી છે . કોઈ પણ પ્રકારની આર્થિક અડચણ કે તકલીફ નથી પરંતુ આ અત્યારે ચાલતી ફેશન ના કારણે આવા કપડાં પહેર્યા છે. સાધ્વીજી ભગવંતે પણ બે ત્રણ સમજણ વાક્ય નો ઉપદેશ આપી પોતાના માર્ગે નીકળી ગયા. કેતકી ના મન માં એક ઘમાસાણ ઉપડ્યું મનોમંથન કરતાં એની આંખો ભરાઈ આવી. ઘરે પહોંચતા જ એણે મમ્મી ને પપ્પા જે જમવા આવ્યા હતા તેમને પગે લાગી ને માફી માંગી ને ફરીથી આવાં ઉદભટ વસ્ત્રો ના પહેરવા ની પ્રતિજ્ઞા લીધી. બીજા દિવસે વહેલી ઉઠી ને ઉપાશ્રયમાં સાધ્વીજી ભગવંત ના દર્શન કરી ઓફીસે વહેલી પહોંચી ગઇ. શેઠનું આગમન થતાં જ શેઠ ને પગે લાગી માફી માંગી ત્યારે શેઠે કહ્યું કે પૈસા ખર્ચીને સુખ લેવાય દુઃખ નહીં અસામાજિક તત્વો ની અશ્લીલ નજર આપણા પર પડે ને કાંઇ અણધાર્યું બને તે પહેલાં આપણે જ સાવચેત રહીએ.
મીત્રો આ વાત કાલ્પનિક નથી આ સત્ય ઘટના છે આપણા પરિવાર માં પણ આવી દિકરીઓ આવાં વસ્ત્રો પહેરતી હોય તો તેને આ લેખ જરૂર થી વંચાવજો .
*જૈન સેના ઓફ ગુજરાત*

25/11/2022

🤷🏻‍♂️ *એક વિહાર સેવક ની અરજી*🤷🏻‍♂️

✨ *પ્રણામ* ✨

*સકલ શ્રી સંઘ ને* 🙇🏻‍♂️

નીંદર મને પણ આવે છે...!🤷🏻‍♂️ પગ મને પણ દુખે છે...! 🤷🏻‍♂️ અંધારા માં બીક મને પણ લાગે છે...!🤷🏻‍♂️
કામ પર મારે પણ જવાનું છે..!🙋🏼‍♂️

🏮 તો ફક્ત દેરાસર જવું કે સામાયિક કરવું એજ આપણો ધર્મ....❓❓🤷🏻‍♂️

💎 *ના* 💎

એથી ઉપર હજી છે.....👇🏼

🌤️ *શ્રમણ અને શ્રમણી ભગવંતની રક્ષા*🌤️

*પ્લીઝ સાથ આપો...🙏🏼*

🪷 *ચાલો એક સંકલ્પ કરીએ સવારનું મોર્નિંગ વોક ની જગ્યા પર વિહાર વોક કરીએ.* 🤷🏻‍♂️✨
⛔આપણે જ્યારે સવારમાં આપણા છોકરાની સ્કૂલ હોય છે તો સવારે છ વાગ્યે જાગીને સોસાયટી નાકે મૂકવા જઈએ છે.
તો પછી *સાધુ સાઘ્વીજી ભગવંત* માટે કેમ નહિ....❓🤷🏻‍♂️
🪷 એ તો આપણી જવાબદારી છે......🪷

🏮 તો ચાલો આજે *વિહાર* સેવામાં જોડાઈ સાધુ - સાધ્વીજી ભગવંતની સેવાનો અમૂલ્ય લાભ લઇએ....🤷🏻‍♂️🙇🏻‍♂️💫

Address

Vadodara

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm
Sunday 9am - 1pm

Telephone

+917043735325

Website

Alerts

Be the first to know and let us send you an email when SHRI AMRUT Automobiles posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share